પેપર લીક ની સમસ્યાનું સમાધાન..

અમે મોટાભાગે કરોડો લોકોને સીધા અસર કરતા ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી મુદ્દાઓ પર વધુ ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ અન્ય નાના મુદ્દાઓ કે સમસ્યાઓ ઉપર પણ અમે સમાધાન આપ્યા છે. રાઇટ ટુ રિકોલ પાર્ટી નું ઘોષણાપત્ર ઘણું લાંબુ છે (376 પેજ) જેમાં વર્તમાનની લગભગ દરેક સમસ્યાઓ અને તેના સમાધાન પર અમે વિસ્તારથી માહિતી આપી છે. નીચે આપેલી લીંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

👉 Tinyurl.com/manifesto00 ( હિન્દી)

આ પોસ્ટ 2018 ની છે. 👇 પેપર લીકની સમસ્યાને દૂર કરવા માટેનું સમાધાન:- (English)
,
,
ગુજરાતીમાં ટુંકમાં વર્ણન:-,
(૧)જો કોઈ સરકારી ભરતી માટેની પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા લાખોમાં હોય તો પરીક્ષા બે તબક્કાઓમાં લેવી. પહેલા તબક્કામાં પાસ થનારાઓને બીજા તબક્કામાં પરીક્ષા લેવી. પહેલા તબક્કામાં જિલ્લા કે તાલુકા લેવલે વ્યવસ્થા કરી પરીક્ષાઓ લેવી.
,
(૨) ઇન્ટરવ્યૂ પ્રથા સંપૂર્ણ હટાવી દેવી કારણ કે વિચારધારા/શિસ્ત/ ભાષા/પહેરવેશ ના નામે સૌથી વધુ ભ્રષ્ટાચાર અહીંયા થાય છે.
,
(૩) મોટા શહેરોમાં ( જીલ્લા લેવલે) 200 ઉમેદવારો બેસી શકે એવા હોલમાં પરીક્ષાઓ યોજવી. હોલમાં લાઈવ સીસીટીવી કેમેરા ગોઠવવા અને તેનું લાઈવ-ટેલીકાસ્ટ દેશનો કોઈપણ નાગરિક લોગીન વગર જોઈ શકે એવી વ્યવસ્થા કરવી દાખલા તરીકે youtube કે ગવર્મેન્ટની કોઈ વેબસાઈટ પર લાઈવ રાખવું 
,
(૪) દરેક હોલમાં બે-ત્રણ કમ્પ્યુટર અને સુપરફાસ્ટ બે-ત્રણ પ્રિન્ટરો રાખવા.
,
(૫) પરિક્ષાની 15 થી 60 મિનિટ પહેલા દરેક હોલમાં રહેલા કમ્પ્યુટર પર ઓનલાઇન પ્રશ્નપત્ર પહોંચાડવું અને ત્યાં જ પ્રિન્ટિંગ કરી ઉમેદવારોને સમયસર આપવું. MCQ ટાઈપના સવાલો હશે તો ઓછા સમયની જરૂર પડશે જ્યારે લાંબા પ્રશ્નોપત્રો હશે તો વધુ સમય જોઈશે એ પ્રમાણે સમય નક્કી કરવો.
,
(6) પરીક્ષા પૂરી થયા બાદ દરેક ઉમેદવાર એક કવરમાં એની જવાબવહી જમા કરાવશે. હોલમાં ઉપલબ્ધ સ્ટાફ જવાબ વહીની ઝેરોક્ષ આપશે અને તમામ જવાબવહી ઇન્ટરનેટ પર ઓનલાઇન મૂકશે કે જેથી કોઈપણ વ્યક્તિ કોઈ પણ ઉમેદવારની જવાબવહી ડાઉનલોડ કરી વાંચી શકે. જવાબ વહી વાંચવા માટે થોડી ઘણી ફી નક્કી કરી શકાય કે જેથી જરૂરી ઇન્ટરનેટ સુવિધાઓનો ખર્ચ વસુલી શકાય.
,
(7) MCQ ટાઈપની જવાબવહીમાં સપ્લીમેન્ટરી ના પેજોને પણ સ્કેન કરવા અને ઓનલાઇન મુકવા જેથી કોઈ ગેરરીતે થઈ હોય તો પકડી શકાય.
,
(8) પરીક્ષાનું પરિણામ 2-4 દિવસમાં મળે એવી વ્યવસ્થા કરવી.
,
(9) ઓનલાઇન પરીક્ષાઓમાં ટેકનોલોજી ની મદદથી છેડછાડ થઈ શકે છે માટે અમે ઓનલાઈન પરીક્ષાઓના સમર્થક નથી.

આ વિશે આપના કોઈ સલાહ/સુચન/સવાલ હોય તો અવશ્ય શેર કરશો. ધન્યવાદ,

ઇશ્વર રામભાઇ સોલંકી,
જૂનાગઢ લોકસભા સંભવિત ઉમેદવાર
રાઇટ ટુ રિકોલ પાર્ટી 
ઉના, ગીર સોમનાથ - 9898545010,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ દિશામાં પ્રયાસ થયો એ માટે તમામ હોદેદારોનો આભાર. પરંતુ એમાં સુધારાઓ થવા જોઈએ.

Comments

Popular posts from this blog

Why are judges in China quitting jobs , while in India, you rarely see Magistrates or seniors judges resigning? (15-May-2016) No.1